અંકલેશ્વર : પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે સંતો-મહંતો માટે મહાપ્રસાદી યોજાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પૌરાણીક તીર્થધામ રામકુંડ ખાતે આગામી ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે આજરોજ 500થી વધુ સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતુંત્યારે આજે 75 વર્ષથી ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ 75 વર્ષથી ચાલી આવતી સંતોની મહાપ્રસાદીની પરંપરાને જાળવી રાખી છે. આ પરંપરાને આજે 76 વર્ષ થયા છે

ત્યારે આગામી રવિવારના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે આજરોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત ભ્રમણ કરતા 500થી વધુ સંતોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો. રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા મહાપ્રસાદી લેતા તમામ સંતોને દક્ષિણા તેમજ છત્રી અને રૂમાલનું પ્રસાદીના રૂપમાં વિતરણ પણ કર્યું હતું. આ સાથે જ ગંગાદાસજી બાપુ દ્વારા રામકુંડ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તોજનોને મહાપ્રસાદીનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજકોટના કથાકાર હરકીશનદાસજીસુરતના લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમારરામકુંડના પ્રિયાંશુ મહારાજ સહીત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories