New Update
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસે જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર મહિલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવુતીઓ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતિયાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી અફસાનાબાનું મહમદ રફીક અશરફ મિયા કાઝીને અમદાવાદના વેજલપુર વિસ્તારના ફતેવાડી શરખેજ રોડ ઉપર આવેલ બાગબાન ડુપ્લેક્ષ રઝાક મસ્જીદની સામેથી ઝડપી પાડી હતી.ઝડપાયેલ મહિલા આરોપી અન્ય પાંચ ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
Latest Stories