અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે અટકાયત કરી હતી 

a
New Update

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે અટકાયત કરી હતી 

ગત તારીખ-૬ ઠ્ઠી ડીસેમ્બર ૨૦૨૩ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયા અને સ્ટાફ દ્વારા નર્મદા ગેટ હોટલ પાસે વોચ ગોઠવી તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેમાં તપાસ કરતા આઈસર ટેમ્પોમાં રહેલ પ્લાસ્ટિકના પુઠ્ઠાનાની અંદર સંતાડેલ વિદેશી દારૂની 3864 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 4.40 લાખનો દારૂ અને ટેમ્પો મળી કુલ 12.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચાલક સહીત બેને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ખંભાતના આસીફભાઈ ઐયુબ ભાઈ વ્હોરાની આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
#CGNews #Ankleshwar #police #Accused arrested #prohibition
Here are a few more articles:
Read the Next Article