New Update
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો
ગત તારીખ-૮ સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણ વસાવા પોતાની માતા દેવીબેન વસાવા સાથે સરદાર બ્રિજથી ટોલ નાકા તરફ આવતા કાચા રસ્તા પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપી પાડ્યો હતો જયારે પુત્ર મહેન્દ્ર વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો તે દરમિયાન પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી મહેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories