અંક્લેશ્વર: બી ડીવીઝન પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર મહિલા આરોપીની કરી ધરપકડ

અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સપેક્ટર વિ કે ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું

New Update
a
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સપેક્ટર વિ કે ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર આરોપી મનીબેન ઉર્ફે મણીબેન સનુભાઇ ભાંભોર ૨હે-ગામ;-મોટી ખરચ, ભાંભોર ફળિયુ, તા.જી.દાહોદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા આરોપી ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર હતી જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.