New Update
અંકલેશ્વરના સારંગપુર ગામમાં કાર્યવાહી
વિહારધામ સોસા.માં કાર્યવાહી કરાય
બૌડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી
ગેરકાયદેસર દબાણ દૂર કરાયુ
પોલીસ બંદોબસ્ત સાથે રખાયો
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે અક્ષયકુમાર પટેલ દ્વારા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં લેખિત રજુઆત કરી હતી. જે રજુઆત બાદ બૌડા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી. જે બાદ પણ દબાણકર્તાએ દબાણ દૂર નહીં કરતા આજરોજ બૌડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest Stories