New Update
ભારત વિકાસ પરિષદ અને બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવાયો
ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં આવેલી આદર્શ નિવાસી શાળાની કન્યાઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સદર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના મહિલા સહસંયોજિકા રુપલ જોશી, અનંતા આચાર્ય,કે.આર. જોશી તથા બ્રહ્મ સમાજના અવની ભટ્ટ, રૂપલ જોશી અને મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી
Latest Stories