અંકલેશ્વર : ભરૂચ એલસીબીએ જીઆઇડીસી ઓફિસ પાસેથી વિદેશી શરાબ ભરેલી કાર સાથે બે બુટલેગરની કરી ધરપકડ

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઈક્કો કાર ઝડપી પાડી

New Update
  • કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

  • એલસીબી પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ

  • સ્વીફ્ટ કારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

  • દારૂ સહિત કુલ રૂ.10.02 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

  • પોલીસે અન્ય 13 બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા    

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી ભરૂચ એલસીબી પોલીસની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી,અને બે કાર સાથે બે બુટલેગરની ધરપકડ કરીને કુલ રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સફેદ સ્વિફ્ટ કારમાં વાલિયાથી વિદેશી દારૂ ભરીને અંકલેશ્વર તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી,જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઈક્કો કાર ઝડપી પાડી હતી.

પોલીસે વાલિયાના ગભાણ ગામના બુટલેગર સતીષ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે 13 જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતાએલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અને બે બુટલગર સાથે વિદેશી દારૂ અને બિયર,સ્વીફ્ટ અને ઈક્કો કાર,મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 10 લાખ 2 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories