New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ભાજપ દ્વારા આયોજન કરાયું
-
વિધાનસભાના સક્રિય કાર્યકરોનું સંમેલન યોજાયું
-
પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ રહ્યા ઉપસ્થિત
-
કોંગ્રેસના 50 કાર્યકરો જોડાયા
અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કાર્યકર્તાઓને જનસંધથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આગેવાનો દ્વારા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો.
Latest Stories