New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ભાજપ દ્વારા આયોજન કરાયુ
તિરંગા યાત્રાનું આયોજન
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી
મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
અંકલેશ્વર ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા
Latest Stories