-
અંકલેશ્વરમાં યોજાઈ તિરંગા યાત્રા
-
શહેર ભાજપ દ્વારા કરાયું આયોજન
-
ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યું
-
શહેર વિસ્તારમાં દેશ ભક્તિનો રંગ જોવા મળ્યો
-
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. વીર જવાનોનાં શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે.જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના ભાજપના આગેવાનો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા શહેરનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.અને ભારતીય સેનાના શૌર્યને વંદન કરીને બિરદાવવામાં આવ્યું હતું.