New Update
-
પાનોલી જીઆઇડીસીમાં કરાયુ આયોજન
-
જે.બી.કેમિકલ કંપની દ્વારા આયોજન
-
પ્રતિવર્ષ યોજાય છે રક્તદાન શિબિર
-
200થી વધુ કર્મચારીઓએ કર્યું રક્તદાન
-
કંપની સત્તાધીશો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. દર વર્ષે અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં અંદાજીત 250 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવશે.
Latest Stories