New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
રક્તદાન શિબિરનું આયોજન
-
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજન કરાયું
-
વિવિધ સહયોગી સંસ્થાનો સહયોગ સાંપડ્યો
-
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભરતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
અંકલેશ્વરમાં કાર્યરત કુમારપાળ ગાંધી બ્લડ બેન્કમાં રક્તની જરૂરિયાત વર્તાતા તેઓએ વિવિધ સામાજિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો જેના ભાગરૂપે લઘુ ઉદ્યોગ ભરતી અંકલેશ્વર તેમજ 16 ગામ લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર હોલ ખાતે આ રક્તદાન શિબિર યોજાઇ હતી જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 75 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે 16 ગામ લેવા પટેલ સમાજના પ્રમુખ કમલેશ ગામી, રેવા ચેરીટેબલ ટ્રસ્ટના કિરણ મોદી અને લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડીયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories