/connect-gujarat/media/media_files/2026/02/07/bahtt-2026-02-07-15-09-17.jpeg)
સમાજસેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ક્ષેત્રે ખૂબ જ સક્રિય નરેન્દ્ર ભટ્ટના નિધનથી બ્રહ્મસમાજ શોક મગ્ન
અંકલેશ્વરના શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટનું તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમના નિધનથી અંકલેશ્વર શહેર, સમગ્ર ભરૂચ જિલ્લા, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જી.આઇ.ડી.સી. અંકલેશ્વર, ઔદ્યોગિક ક્ષેત્ર તેમજ સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી છે.
શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ વર્ષ 1997થી શ્રી બ્રહ્મ સમાજમાં સક્રિય હતા,અને સમાજના સંગઠન અને ઉત્કર્ષ માટે સતત તેઓએ પ્રયત્નશીલ હતા.સમાજસેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને પ્રતિબદ્ધ વ્યક્તિ તરીકે જાણીતા હતા. બ્રહ્મ સમાજ અંકલેશ્વરના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. તેઓને ઘણીવાર “વન મેન આર્મી” તરીકે ઓળખવામાં આવતા હતા. ટીમ સાથે મળીને તેમણે મહેનત, ઈમાનદારી અને સમર્પણથી સમાજહિત માટે સતત કાર્ય કર્યું હતું.શ્રી નરેન્દ્ર ભટ્ટ "ભટ્ટ કાકા"ના હુલામણા નામથી પણ જાણીતા હતા,અને નાના મોટા સૌ કોઈ તેમને ભટ્ટ કાકા તરીકે સંબોધન કરતા હતા.
રોટરી સહિત ગ્રામજનો, સરપંચો, મીડિયા અને વહીવટી તંત્રમાં તેઓ ખૂબ જ જાણીતા અને માનનીય હતા. તેમના પ્રયાસો અને યોગદાન સમાજમાં સદૈવ સ્મરણીય રહેશે.
શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટના અવસાનથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જી.આઇ.ડી.સી. અંકલેશ્વરે એક સચ્ચા સહયોગી, નિષ્ઠાવાન નેતા અને પ્રિય મિત્ર ગુમાવ્યા છે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના થકી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.