અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આયોજન
ધરતી આબા અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો
મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ
વિવિધ યોજનાઓનો સ્થળ પર જ લાભ અપાયો
મામલતદાર સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ,અંકલેશ્વર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ તલાટી રંજન પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ , જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ-કિસાન જનધન ખાતું, વીમા કવર, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ-મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન મહિલાઓ અને બાળકો માટે પીએમજેવાય, આંગણવાડી લાભ, રસીકરણ સહિતના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યા હતા