New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ
રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ
આખરે તંત્ર હરકતમાં આવ્યું
રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય
પોલીસ બંદોબસ્ત સાથે રખાયો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા. ત્યારે નોટીફાઇડ એરીયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે.અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ ઝુંબેશ દરમ્યાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
Latest Stories