New Update
અંકલેશ્વરમાં યોજાય બેઠક
એ ડિવિઝન પોલીસ મથક ખાતે બેઠકનું આયોજન
ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા કવાયત
જવેલર્સને ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા સૂચના
તહેવારોને ધ્યાનમાં રાખી વિશેષ તકેદારી
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનતા હોય છે જેમાં તસ્કર ટોળકી જ્વેલર્સ અને જવેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પી.આઈ.પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં જવેલર્સ એસો.ની બેઠક મળી હતી.જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં જવેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પી.આઈ.પી.જી.ચાવડાએ સૂચન કર્યું.આ બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories