અંકલેશ્વર: બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર

અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે

New Update

અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે

ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ પર આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરના માલિ ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર ગણેશ પંડાલમાં મૂકવામાં આવ્યા છે તો શ્રીજીની સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને પવનપુત્ર હનુમાનજીનું પ્રતિમા પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી છે.ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે.ગણેશ પંડાલ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચકડોળની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે
Latest Stories