New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ
હઝરત હલીમશાહ દાતાર ભંડારીનો ઉર્સ
442માં ઉર્સ શરીફની ઉજવણીનો પ્રારંભ
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
કોમી એકતાના પ્રતીક સમાન ઉજવણી
અંકલેશ્વરમાં કોમી એકતાના પ્રતીક હઝરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૨માં ઉર્સનો ‘રસમે પરચમ’ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ૪૪૨માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ ખાતે પરંપરાગત રીતે ‘રસમે પરચમ’ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહના સજ્જાદા નશીન સૈયદ મન્સુર અલી નાસીર અલી ઈનામદાર તેમજ અન્ય સાદાતે ઈકરામ અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૫, સોમવારના રોજ ૪૪૨માં સંદલ શરીફની વિધિ યોજાશે ત્યારબાદ તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઈશાની નમાઝ બાદ રાતીબે રીફાઈ સાથે ઉર્સના કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે.
Latest Stories