અંકલેશ્વર: હાઇવેથી સુરત તરફ જતા પહેલા જોઈ લો આ દ્રશ્યો, 5 કી.મી.લાંબો ટ્રાફિકજામ

વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે

New Update
અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોયા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી. ભરુચ જીલ્લામાં ભારે વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોયા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલો મીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી.જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી છે.
વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે. ટ્રાફિકજામના કારણે ઇંધણ અને સમય બંનેનો વ્યય થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.