અંકલેશ્વર : નોટિફાઈડ એરિયામાં કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

New Update
cngsss

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

તારીખ 31મી ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર પાર્ક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી,આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કાર્યકાળને પણ યાદ કરીને તેમને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શૈલેષ પ્રજાપતિહર્ષદ ગઢવીભરતસિંહ યાદવઅનિલ નેવેયોગેશ જોષીરામ કુબેર પાંડે અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories