New Update
અંકલેશ્વરમાં નિર્માણ પામ્યું મંદિર
ભગવાન જગન્નાથના મંદિરનું નિર્માણ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ફાયર સ્ટેશન નજીક ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી જગન્નાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્યો છે. જેમાં આજરોજ વેદ પાઠ,સૂર્ય પૂજા,ગૌ પૂજા,હવન,મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્તિ વિધિ અનુસાર ભગવાનની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.