અંકલેશ્વર: ગણેશ મહોત્સવમાં રામસેતુનું કરાયુ નિર્માણ, રામેશ્વરમથી વિશેષ તરતા પથ્થર મંગાવાયા

અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે.

ડુંડાળા દેવ વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપોમાં ભક્તો આરાધના કરી રહ્યા છે ત્યારે ગણેશ મહોત્સવમાં અવનવી થીમ પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર નવમાં સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યુવક મંડળ દ્વારા રામસેતુનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે અને  શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. રામસેતુની થીમ માટે યુવક મંડળ દ્વારા રામેશ્વરમથી તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે. ભક્તો પાણી વચ્ચેથી પસાર થઈ શ્રીજીના દર્શન કરે છે. રામસેતુ સહિતના પૌરાણિક સ્થાપત્યો અંગે લોકોને માહિતી મળે તે હેતુથી યુવક મંડળ દ્વારા આ પ્રકારનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે.જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને દર્શનનો લાભ લઇ રહ્યા છે.
#CGNews #Ankleshwar #theme #Ganesh Mandal #Ganesh Ji #Ramsetu
Here are a few more articles:
Read the Next Article