New Update
અંકલેશ્વર નગર પાલિકાના શારદા ભવન હોલમાં ગણેશ મંડળોની બેઠક બાદ વિપક્ષના સભ્યએ ભાડાનો પ્રશ્ન ઉઠાવતા વિવાદ સર્જાયો હતો
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ સમયે કોઈપણ સમસ્યા ઉદભવે નહીં તે માટે ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી છે.જો કે તાજેતરમાં મંડળની શારદા ભવનમાં મળેલ બેઠક બાદ પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે 8 મી ઓગષ્ટે કરેલ એક અરજીથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.મુખ્ય અધિકારીને કરેલ અરજીમાં શારદા ભવન હોલને વગર ભાડે અને વગર પરવાનગીએ ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી અથવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસુલ કરવા માટે જણાવાયું હતું.જે અરજી બાદ વિવાદ સર્જાયો છે.ગણેશ યુવક મંડળોએ આક્ષેપ કર્યો છે કે, તેમની બેઠક બાદ જ અરજી આપવાનું કારણ કોમી વૈમનસ્ય ફેલાવવાનો હોય શકે
તો આ અંગે જહાંગીર પઠાણે જણાવ્યું હતું કે માં શારદા ભવન ટાઉન હોલ બાબતે છેલ્લા ઘણા સમયથી તેઓ અરજી કરી રહ્યા છે પરંતુ કોઈ તપાસ કરવામાં આવતી નથી અને હવે ધાર્મિક બાબતે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે
Latest Stories