અંકલેશ્વર કોર્ટે શ્રી રામ ફાઈનાન્સમાંથી લીધેલ વાહન લોનના બાકી હપ્તા પેટે બે આરોપીને સજા ફટકારી

અંકલેશ્વર કોર્ટ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ બાકી હપ્તા ન ભરનાર બે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો.

New Update
ank court

અંકલેશ્વર કોર્ટ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ બાકી હપ્તા ન ભરનાર બે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મહેબૂબ અલી ગુલામુદ્દીન સૈયદ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી ઇનોવા કાર માટે લોન લીધી હતી,પરંતુ તેના હપ્તા સમયસર ભર્યા નહોતા,અને તેમને ફાઇનાન્સ કંપનીને રૂપિયા 7 લાખનો ચેક બાકી હપ્તા પેટે આપ્યો હતો,જે ચેક પણ રિટર્ન થયો હતો,જે અંગે ફાઇનાન્સ કંપની દ્વારા અંકલેશ્વરના એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજીની  કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી,અને ફાઇનાન્સ કંપનીના એડવોકેટ પી.સી.રાજપૂત દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી,તેમની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારી હતી,જેમાં આરોપી મહેબૂબ અલી ગુલામુદ્દીન સૈયદને એક વર્ષની સજા અને 30 દિવસમાં રૂપિયા 7 લાખ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો,અને જો સમયમર્યાદામાં રૂપિયા નહીં ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો.  
જયારે બીજી શ્રી રામ ફાઇનાન્સ કંપનીની ફરિયાદમાં આરોપી સરબતસિંઘ કુલદીપસિંહ સૈનીએ શ્રી રામ ફાઇનાન્સ માંથી ટ્રક લેવા માટે લોન લીધી હતી,પરંતુ લોનના હપ્તા સમયસર ચૂકવ્યા નહોતા,તેથી ફાઇનાન્સ કંપની દ્વારા સરબતસિંઘે બાકી લોનના હપ્તા પેટે આપેલો રૂપિયા 4 લાખ 85 હજારનો ચેક બેંકમાં જમા કર્યો હતો,જોકે આ ચેક રિટર્ન થતા આ અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી,જેમાં અંકલેશ્વરના એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજીની કોર્ટમાં એડવોકેટ પી સી રાજપૂતે આરોપી વિરુદ્ધ દલીલો કરી હતી,જેને કોર્ટે મંજૂર રાખીને આરોપી સરબતસિંઘ કુલદીપસિંહ સૈનીને 6 માસની સાદી કેદ તેમજ 30 દિવસમાં રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો. 
Latest Stories