New Update
/connect-gujarat/media/media_files/2024/12/12/ZsULWIf2uFItCuwd79uZ.png)
અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હેવાન 55 વર્ષીય પિતાએ પ્રથમ પત્નીની હયાતીમા જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઇ આવ્યા બાદ પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થોડા વર્ષો પૂર્વે થયું હતું.
પ્રથમ પત્નીની એક પુત્રી અને બીજી પત્ની થકી પુત્ર અને બે પુત્રીના પિતા બન્યા બાદ 3-3 પુત્રી ના પિતા હોવા છતાં પોતાની 14 વર્ષની સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.પિતાની હેવાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ. આ અંગે પરિવારજનોને જાણ કરી હતી.આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાતાએ પોલીસે નરાધમની ધરપકડ કરી હતી.આ અંગેનો કેસ અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નરાધમ પિતા નરહરી બાબુલાલ મોદી વિરુદ્ધ સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા 38 જેટલા દસ્તાવેજી પુરાવા અને 19 જેટલા સાહેદોને તપાસ્યા હતા. સમગ્ર મામલે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને આજીવન કેદ તેમજ 50 હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ સાથે જ ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ 2019 હેઠળ રૂપિયા 4 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે
Latest Stories