અંકલેશ્વર: નાલંદા હાઈસ્કૂલમાં CRC કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • નાલંદા હાઈસ્કૂલમાં આયોજન

  • ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

  • વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર તાલુકાના દઢાલ ક્લસ્ટરની 20 શાળાઓના વિદ્યાર્થીઓએ રાજપીપલા ચોકડી પાસે આવેલી નાલંદા હાઈસ્કૂલમાં આયોજિત CRC કક્ષાના બાર વિજ્ઞાન પ્રવાહના મોડેલ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કુલ 35 વિજ્ઞાનપ્રેમી વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત મોડેલ્સ રજૂ કર્યા હતા, જેમાં નવીનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમને નિકટવર્તી 7થી 8  શાળાઓના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં અદ્ભુત ઉત્સાહ અને વ્યાવસાયિક શિસ્ત જોવા મળ્યો હતો.
Latest Stories