અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રતિન ચોકડી નજીકથી રૂ.98 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 4 આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી સાથેજ 4 આરોપીની કરી ધરપકડ..

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં પડયા દરોડા

  • પ્રતિન ચોકડી નજીકથી ઝડપાયો દારૂ

  • રૂ.98 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વરના પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સીને પ્લાઝા સિનેમા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને 98 હજારથી વધુના મુદ્દામાલ સહિત ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતાં.
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સીને પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાંટા તળાવ વૈરાગી વાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 13 હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળી કુલ 98 હજારથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચના ફાંટા તળાવ વૈરાગી વાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા,કલ્પેશ જયંતીજી પટોસણા,પિન્ટુ ગુટ્ટીમલ જૈન,રાજેશ કાનજી પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ત્રણ શાહરુખ અલ્લા રખા શેખ,આકાશ પટેલ અને પ્રતીક બીપીનચંદ કાયસ્થને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.