New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
અંકલેશ્વરમાં સીસાની થઈ હતી ચોરી
વધુ 2 આરોપીની ધરપકડ
રૂ.2.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
અત્યાર સુધી 10 આરોપી ઝડપાયા
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપીને કાપોદ્રા ગામમાંથી ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું રૂ.2.42 લાખની કિંમતનું શિશુ પણ કબ્જે કર્યું છે.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાપોદ્રા પાટિયા સ્થિત ક્રિસ્ટોલ લિવિંગ સોસાયટીમાં રહે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને સુનિલ મીઠાલાલ પીનાકિયા અને કાપોદ્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાં રહેતો નિશાર એહમદ બહેતુલ્લા ખાનને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રૂ.2.43 લાખની કિંમતનું શિશુ પણ કબ્જે કર્યું છે.ગત 24 મી ઓક્ટોબર 2024 ના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોર્ડ દ્વારા હાઇવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદા ની કલમ -130 હેઠળ ડિટેઇન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મુકવામાં આવી હતી જેમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી આ મામલામાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
Latest Stories