New Update
/connect-gujarat/media/media_files/2026/02/22/abn-2026-02-22-09-24-31.jpg)
પેટ્રોલ પંપ પર ધાડ પાડવાના ગુનામાં 30 વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે દાહોદથી કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ૩૦ ડીસેમ્બર ૧૯૯૫ વહેલી સવારે ત્રણેક વાગે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર- 48 ઉપર આવેલ સારંગ પેટ્રોલપંપ પર ધાડનો બનાવ બનેલ જેમાં ૨૦ થી ૨૫ અજાણ્યા આરોપીઓએ કીકીયારીઓ કરી પથ્થરમારો કરી પંપની ઓફીસમાં તોડફોડ કરી કાઉન્ટરમાંથી ડીઝલ/પેટ્રોલ વેચાણના રોકડ રૂપીયા.૪૦,૦૦૦/- તથા ઘડીયાળ નંગ-૨ મળી કુલ રૂપીયા.૪૫,૦૦૦/- જેટલાની ધાડ કરી સાહેદોને ઇજા પહોંચાડી નાશી ગયા હતામઆ પેટ્રોલપંપ ધાડના ગુનામાં છેલ્લા ૩૦ વર્ષથી નાસતો ફરતો આરોપી સબુર ડામોર હાલ દાહોદના ચાકલીયા ગામે જોવામાં આવેલ છે જેથી વી.પી.મલ્હોત્રા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. દ્વારા એક ટીમને તાત્કાલિક દાહોદ ખાતે આરોપીની તપાસ અર્થે રવાના કરી હતી.જ્યાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.
Latest Stories