અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે રૂ.3.97 લાખના પ્રોહોબિશનના ગુનામાં દારૂ મંગાવનાર બુટલેગરની કરી ધરપકડ, પ્રતિન ચોકડી નજીકથી ઝડપાયો હતો દારૂ

બાતમી વાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૮૬૪ નંગ બોટલ મળી આવી પોલીસે કુલ ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
Ankleshwar Bootlegger Arrest
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો હતો ગત તારીખ-૨૮મી નવેમ્બરના રોજ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૮૬૪ નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ૮૬ હજારનો દારૂ અને બે ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અબે અગાઉ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં રહેતો સ્વપ્નીલ ઉર્ફે સોનું અજય ચૌહાણ અને પ્રશાંતકુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો.જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઇસમ સહીત જથ્થો મંગાવનાર તિલકકુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ભરૂચ એલસીબીએ આ ગુનામાં સંડોવાયેલ અને જ્યોતિ નગરમાં રહેતો બુટલેગર તિલક હરિ કૃષ્ણ પટેલને ઝડપી પાડ્યો હતો અને  બી ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો.
Advertisment
Advertisment
Latest Stories