New Update
/connect-gujarat/media/media_files/2025/03/15/ABUOwPq5blCBGT7wPk4m.jpg)
ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળા પોલીસ માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર ભડકોદરા ખાતે રહેતી મહિલાએ તળાવ પાસે આવેલ ખેતરોમા વિદેશી દારુ સંતાડી રાખેલ છે અને પોતાના મળતિયાઓ મારફતે વેચાણ કરે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને અલગ અલગ ખેતરોમાં સંતાડેલ વિદેશી દારૂની ૧૩૯૧ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧.૪૬ લાખનો દારૂ અને વાહન મળી કુલ ૨.૪૧ લાખના મુદ્દામાલ સાથે જગદીશ વસાવા અને ઘનશ્યામ વસાવાને ઝડપી પાડ્યો હતો.મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories