New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
માંડવા ગામે પાડયા દરોડા
કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
રૂ.3.75 લાખનો મુદ્દામાલ જપ્ત
બુટલેગરની ધરપકડ
ભરૂચ એલસીબીએ માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમને 3.75 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર જવાના માર્ગ ઇનોવા ગાડીમાં વિદેશી દારૂ ભરી પાર્ક કરેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 225 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 72 હજારનો દારૂ અને કાર મળી કુલ 3.75 લાખના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના ડહેલી ગામના પારસી ફળીયા રહેતો રીંકુ રામુ વસાવાને ઝડપી પાડ્યો હતો.અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર નાના સાંજા ગામનો બુટલેગર અલ્પેશ અને ઠાકોર ઉર્ફે ભીમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories