અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પાનોલી નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું, લાખોના ઇલેક્ટ્રિક ઉપકરણોની આડમાં લઇ જવાતો હતો દારૂ

કન્ટેનરમાં સેમસંગના ઉપકરણોની આડમાં સંતાડેલ દારૂ બિયરની અધધ 4629 બોટલો મળી આવી હતી. LCB એ ચાલકની કુલ રૂપિયા 68.47 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • પાનોલી નજીકથી કન્ટેનર ઝડપાયું

  • વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું

  • કન્ટેનર ચાલકની પોલીસે કરી ધરપકડ

  • રૂ.68.47 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ LCB એ સેલવાસથી સેમસંગ ઉપકરણોની આડમાં સંતાડીને અંકલેશ્વરના પાનોલી લવાયેલ કન્ટેનરમાંથી દારૂનો ₹15.27 લાખનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા નવનિયુક્ત પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ ચાર્જ સંભાળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું છે. સેલવાસથી કેન્ટેનરમાં રાજસ્થાનનો સંતોષ પ્રજાપતિ સેમસંગના 86 ટીવી, ફ્રીજ અને કોમ્પ્યુટર કિંમત રૂપિયા 33.10 લાખના સામાન સાથે દારૂ ભરી નીકળ્યો હતો.દારૂનો આ જથ્થો કન્ટેનર ચાલકને વોન્ટેડ ગોપાલસિંગ ઉર્ફે ગોપી રાજપૂતે ભરી અપાવ્યો હતો.
પાનોલી જીઆઈડીસીમાં વલસાડ પાસિંગની બલેનો કારનો ચાલક આ દારૂ લેવા આવવાનો હતો. પાનોલી જીઆઈડીસીમાં કન્ટેનરને કોર્ડન કરી ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. કન્ટેનરમાં સેમસંગના ઉપકરણોની આડમાં સંતાડેલ દારૂ બિયરની અધધ 4629 બોટલો મળી આવી હતી. LCB એ ચાલકની કુલ રૂપિયા 68.47 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી બલેનો કાર ચાલક, ગોપી રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Latest Stories