New Update
/connect-gujarat/media/media_files/2025/02/19/BEQMkhsAE8UQe1hhvnwO.jpg)
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરના દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહીત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.
કે અંક્લેશ્વર ગાયત્રી મંદીર પાસે રહેતો નેવીલ મનહર ગાંધીએ બંધ બોડીનો ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દઢાલ ગામમાં આવેલ સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં સંતાડી રાખેલ છે.ઇક્કો કારમાં સગેવગે કરનાર છે.અને હાલ ટેમ્પો તેમજ ઇક્કો ગાડી સોસાયટીમાં પડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દઢાલ ગામમાં આવેલ સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં દરોડા પાડ્યા હતા.
પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂની ૧૬૪૪ નંગ બોટલ મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉમિયા નગર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવીલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories