અંકલેશ્વર: GIDCના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાતા ફફડાટ, લોકોની અવર-જવર માટે તળાવ બંધ કરાયુ

અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો

New Update
  • અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલું છે તળાવ

  • જીઆઇડીસીના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાઇ

  • તળાવમાં મગર નજરે પડતા ફફડાટ

  • લોકોની અવર જવર માટે તળાવ બંધ કરાયુ

  • વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવાયુ

અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગરની હાજરી નોંધાતા નોટિફાઇડ ઓથોરીટી દ્વારા તાત્કાલિક તળાવને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે

અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો.

આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરૂ મૂકવામાં આવ્યું છે.

જીઆઇડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મુકવામાં આવી છે ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય છે.આ તરફ નજીકમાં જ આવેલી વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત, રાજકીય કિન્નાખોરીમાં ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,

New Update
accident
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત

મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ  ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લઈ પરત આવી રહ્યા હતા એ દરમ્યાન ટ્રક ચાલકે ઈરાદા પૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.