New Update
/connect-gujarat/media/media_files/2025/10/29/cho-lomna-2025-10-29-18-26-55.png)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ડેપો સામે આવેલ ડી.સી.બી.બેંકના બેન્કરે ગોલ્ડ લોન લેનાર બે ઈસમો સાથે મળી કુલ 16.81 લાખની છેતરપિંડી આચરવાના મામલા પોલીસે બે ઠગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝામાં ડી.સી.બી.બેંકના ગોલ્ડ લોનના મેનેજર અને બેન્કર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રાજપીપળા રોડ ઉપર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટીયા અને વિશાલ પ્રવીણ પઢીયાર સાથે મળી બેંકમાં નકલી સોનું મૂકી રૂપિયા 16.81 લાખની લોન મંજુર કરી હતી આ ભાંડો માર્ચમાં ઓડિટ દરમિયાન ફૂટ્યો હતો જેમાં રતન મોહન કસોટીયા અને વિશાલ પ્રવીણ પઢીયારે મુકેલ સોનું નકલી હોવાનું જાણવા મળતા બેંકના મેનેજરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઈસમો સહિત ત્રણેય સામે છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આ મામલામાં લોન લેનાર બન્ને ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories