અંકલેશ્વર: આવકાર ડ્રગ્સ કંપનીમાં ફરી એકવાર દિલ્હી પોલીસે નાંખ્યા ધામાં

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂપિયા 5000 કરોડનું કોકેઇન ઝડપી પાડ્યું હતું.

New Update
અંકલેશ્વરમાં આવેલી છે આવકાર ડ્રગ્સ કંપની
કંપનીમાંથી ઝડપાયું હતું 5 હજાર કરોડનું ડ્રગ્સ
દિલ્હી પોલીસે ફરી કંપનીમાં તપાસ શરૂ કરી
એફ.એસ.એલ.ને.સાથે રાખી તપાસ કરાય
અન્ય કંપનીમાં પણ કરવામાં આવી તપાસ
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ₹5,000 કરોડનું ડ્રગ ઝડપાવવાના મામલામાં દિલ્હી પોલીસે ફરી એકવાર કંપનીમાં ધામા નાખી તપાસ કરી હતી.
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂપિયા 5000 કરોડનું કોકેઇન ઝડપી પાડ્યું હતું. ત્યારે આ મામલામાં ફરી એકવાર દિલ્હી પોલીસના અંકલેશ્વરમાં ધામા જોવા મળ્યા છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ આવકાર ફાર્મા કંપનીના ડિરેક્ટર અશ્વિન રામાણીની અન્ય કંપની જયદેવ કેમમાં પણ તપાસ શરૂ કરી હતી. જયદેવ કેમ કંપનીમાં અધિકારીઓ પહોંચ્યા હતા અને મટીરીયલ સહિતની તપાસ શરૂ કરી હતી.  આ ઉપરાંત દિલ્હી પોલીસે ફરી એકવાર એફ.એસ.એલ.ને સાથે રાખી અને આવકાર પ્રાઇવેટ લિમિટેડમાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આ મામલામાં કંપનીના ત્રણ ડિરેક્ટર, લેબ ટેક્નિશિયન અને કન્સલ્ટન્ટના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.પોલીસે  કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડની ધરપકડ કરી હતી.આ ઉપરાંત કેમિસ્ટ મયુર દેસલે અને કન્સલ્ટન્ટ અમિત મૈસુરીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.દિલ્હી પોલીસ દ્વારા હવે તપાસ તેજ બનાવવામાં આવી છે અને ફરી એકવાર અંકલેશ્વરની કંપનીમાં ધામા નાખી અને આગળની કડી મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.       
Latest Stories