New Update
-
GIDCમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી
-
પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ઝાડની ડાળીઓ દૂર કરાય
-
વીજ વાયરોને નડતરરૂપ તમામ ડાળીઓ દૂર કરાય
-
40 કર્મચારીઓ પ્રિ-મોન્સૂન કામગીરીમાં જોડાયા
-
વીજ ગ્રાહકોને સારી સુવિધા મળે તેવું આયોજન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ વાયરોને નડતરરૂપ ઝાડની ડાળીઓ દૂર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે વીજ વાયરોને નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે. વીજ કંપની દ્વારા 132/4 ફીડરમાં આવતા વીજ વાયરો તેમજ લોકોને અડચણરૂપ હોય તેવા વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી રહી છે. આ કામગીરીમાં DGVCLના 40થી વધુ કર્મચારીઓ સહિત કામદારો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધિવત રીતે ચોમાસુ બેસવાના દિવસો નજીક છે, ત્યારે વીજ ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું DGVCLના અધિકારીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.