અંકલેશ્વર : FDDI કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો, 9 તાલુકાના સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ FDDI કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
Advertisment
  • GIDC વિસ્તારમાં આવેલ FDDI કોલેજ ખાતે આયોજન

  • જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું

  • ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કલા મહાકુંભનો પ્રારંભ

  • નવ તાલુકાના સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

  • મોટી સંખ્યામાં આમંત્રિતો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ FDDI કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાના સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓની કચેરી-ભરૂચના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ FDDI કોલેજ ખાતે ભરૂચ જિલ્લા કક્ષા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં 14 કૃતિઓ રજુ થઇ હતી. જેમાં અલગ અલગ કૃતિઓમાં પ્રથમ આવનાર સ્પર્ધકોએ જિલ્લા કક્ષાના મહાકુંભમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલજિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપ્સેજિલ્લા યુવા વિકાસ અધિકારી મીતા ગવલીઅંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories