અંકલેશ્વર: વોર્ડ નંબર 8માં રૂ.34 લાખના ખર્ચે નિર્માણ પામશે ડ્રેનેજ લાઇન, વિપક્ષે શાસકોનો માન્યો આભાર !

અંકલેશ્વર નગર સેવાસદના વોર્ડ નંબર-8માં રૂપિયા 34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યો

  • વોર્ડ નંબર 8માં નિર્માણ પામશે ડ્રેનેજ લાઇન

  • રૂ.34 લાખનો કરવામાં આવશે ખર્ચ

  • નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુર્હુત

  • વિપક્ષે પણ માન્યો આભાર

અંકલેશ્વર નગર સેવાસદના વોર્ડ નંબર-8માં રૂપિયા 34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર આઠમાં આવેલ શક્તિનગર અને ઘનશ્યામ નગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા હતી.આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઈનનું નિર્માણ કાર્ય હાથ ધરાનાર છે ત્યારે આજરોજ આ કાર્યનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાન જહાંગીર પઠાણ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.આ વિસ્તારમાં ગટર લાઈનનું નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગર સેવાસદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું