અંકલેશ્વર : નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવતા ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ બંધ કરાયું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,

New Update
  • NCT દ્વારા પાઈપલાઈનની કામગીરી

  • ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરાયું બંધ

  • નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અપાઈ સૂચના 

  • પમ્પીંગ સ્ટેશનના પાઈપલાઈનની કામગીરી

  • કામગીરીને પગલે ઉદ્યોગોને પડશે નહિવત અસર

  • સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભવના  

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ધબકતી ધોળી નસ સમાન નર્મદા ક્લીન ટેક (NCT)દ્વારાA,B અને C પમ્પીંગ સ્ટેશનના પાઇપલાઇનકનેક્શનની કામગીરીયુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે,જેના કારણે નોટીફાઈડ ઓથોરિટી દ્વારાNCTના સભ્ય ઉદ્યોગોને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જોકે મોટા ભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.NCT દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટીયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે.  

હાલમાંNCT દ્વારા પાઈપલાઈનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે,અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાએ જણાવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.