અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક
2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ
ભડકોદ્રા ગામ નજીક બે આખલા બાખડયા
વાહનચાલકોમાં નાસભાગ
સ્થાનિકોએ પાણીનો છંટકાવ કર્યો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું. મુખ્ય માર્ગ પર જ બે આખલા બાખડતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આખલા પર પાણી છાંટી તેમને શાંત પાડ્યા હતા. અંકલેશ્વરમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે.રખડતા ઢોરના કારણે અનેક વખત અકસ્માત સહિતના પણ બનાવો બને છે ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પુનઃ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે