અંકલેશ્વર: GIDC બસ ડેપો સામે પાર્ક કરેલ કારમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

New Update
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકનો બનાવ
Advertisment
જીઆઇડીસી બસ ડેપો સામે કારમાં આગ
પાર્ક કરેલ કારમાં આગ ફાટી નિકળી
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
કચરો સળગાવતા આગ લાગી હોવાનું અનુમાન
અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો
Advertisment

અંકલેશ્વરમાં ફરી એકવાર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક જીઆઇડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.આ દ્રશ્ય જોતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ ઇસમે નજીકમાં કચરો સળગાવતા આગ કારમાં ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ કાર અહીં પાર્ક કરવામાં આવી હતી ત્યારે અચાનક જ આગ ફાટી નીકળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

Advertisment
Latest Stories