New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો બનાવ
-
ચાણક્ય વિદ્યાલય નજીક બન્યો બનાવ
-
ગુજરાત ગેસની લાઇનમાં લાગી આગ
-
બે લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા
-
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રીકેશનની કામગીરી ચાલી રહી હતી.આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નિકળતા દોડધામ જવા પામી હતી.
બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Latest Stories