New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાયુ
-
વર્ષની પ્રથમ લોક અદાલત યોજાય
-
3292 કેસનો કરવામાં આવ્યો નિકાલ
-
ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર કોર્ટ ખાતે વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3292 કેસ રજૂ કરવામાં આવ્યા હતા
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જીલ્લામાં આવેલ ન્યાયાલય ખાતે લોક અદાલતો યોજાઈ હતી.જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે સેકન્ડ એડિશનલ જજ એસ.ડી.પાંડેની અધ્યક્ષતમાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી જેમાં વિવિધ ૩૨૯૨ જેટલા કેસો મુકવામાં આવ્યા હતા.આ લોક અદાલતમાં લગ્નવિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સીવીલ દાવા, એમ.એ.સી.પી. અને જમીન સંપાદન વળતરના કેસ મુકવામાં આવ્યા હતા.જેનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો.લોકાદલતમાં ન્યાયાધીશ,ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories