New Update
-
આજે દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
-
અંકલેશ્વરમાં જોવા મળ્યો ઉત્સાહ
-
ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા
-
મોટી સંખ્યામાં લોકો જોડાયા
-
બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
આઝાદ ભારતના 76માં પ્રજાસત્તાક પર્વની અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓ શાળાઓ તેમજ સંસ્થાઓમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા હતા.
ભારતના પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે અને ઠેર ઠેર રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાય છે ત્યારે અંકલેશ્વર શહેર, જીઆઇડીસી અને તાલુકામાં સ્વતંત્રતા પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ સરકારી કચેરીઓ, શાળા તેમજ સંસ્થાઓમાં ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા હતા તો સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
Latest Stories