New Update
અંકલેશ્વર ઓ.એન.જી.સી.વર્કશોપ સામે માનસી હોન્ડા શો રૂમની બાજુમાં આવેલ ગેરેજમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહીત બે આરોપીની એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ઓ.એન.જી.સી.વર્કશોપ સામે માનસી હોન્ડા શો રૂમની બાજુમાં આવેલ ગેરેજની કેબીનમાં કલ્પેશ ઉર્ફે કલ્પો સંજય સોમૈયા વિદેશી દારૂનું વેચાણ કરે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાન અને કલ્પેશ સોમૈયાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories