New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળી સફળતા
વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
કન્ટેનરમાં ઘાસની આડમાં લઇ જવાતો હતો દારૂ
રૂ.24 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
કન્ટેનર ચાલકની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસે આવેલ વર્ષા હોટલ સામેથી કન્ટેનર ઘાસની ઘાસડીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકને રૂ.35 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે આવેલ વર્ષા હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસની ઘાસડીની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 5940 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 24.78 લાખનો દારૂ અને 10 લાખનું કન્ટેનર તેમજ ઘાસની ઘાસડી મળી કુલ 35.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટ્રક ચાલક હરિયાણાના મેવાત સ્થિત કોલગાવ મસ્જિદ પાસે રહેતો મુસ્તકિમ શોકત ખાનને ઝડપી પાડ્યો હતો.જેની પૂછપરછ કરતા તેના મિત્ર આદિલખાનના કહેવાથી વિદેશી દારૂ સેલવાસથી શાહરુખ નામના ઇસમના માણસે ભરી આપ્યો હતોઅને સાકીર નામના ઇસમને આપવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories