New Update
/connect-gujarat/media/media_files/2024/12/17/A9l5iTNI40AL73aHlsTb.jpg)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે જુના બોરભાઠા બેટ ગામમાં ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૫૪ હજારના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના આંબલી ફળિયામાં હર્ષદેવ મંદિરની બાજુમાં રહેતો બુટલેગર સંજય રમેશ વસાવાએ પોતાના ઘરની સામેના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૬૬ નંગ બોટલ મળી કુલ ૫૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર બુટલેગર મિસુ કંચન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories